Rajkot: જેતપુર સેન્ટ્રલ વેર હાઉસમાં મગફળી ચોરીના કેસમાં ચારની ધરપકડ

જેતપુર સેન્ટ્રલ વેર હાઉસમાં નાફેડે રાખેલી મગફળીની ચોરીના આરોપમાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેતપુર તાલુકા પોલીસે વેર હાઉસના ચાર પૂર્વ સિક્યોરિટી ગાર્ડની ધરપકડ કરાઈ હતી. ઝડપાયેલ આરોપી મીહિર વેકરીયા, બિપિન મકવાણા, જેમીન બારૈયા અને સહજ તારપરાની પોલીસ પૂછપરછમાં મોટો ખુલાસો થયો હતો. આરોપીઓએ આઠ મહિના સુધી થોડી થોડી કરીને 31 લાખ 64 હજાર 956 કિંમતની એક હજાર 212 જેટલી મગફળીની બોરી ચોરી કર્યાનો આરોપ છે.  આરોપીઓ ગોડાઉનમાં રાખેલી મગફળીને અન્ય બોરીમાં ભરી લેતા હતા.  બાદમાં ટેકાના ભાવ કરતા ઓછા ભાવમાં બારોબાર મગફળી વેચીને રોકડી કરતા હતા.  વેરહાઉસમાં CCTV ન હોવાથી ચારેય આરોપીઓ આસાનીથી મગફળીની ચોરી કરતા હતા. ચારેય આરોપી પાસેથી 15 લાખ 35 હજારની રોકડ, એક ટ્રેક્ટર અને ચાર મોબાઈલ મળી કુલ 17 લાખ 25 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola