રાજકોટઃ ક્રિપ્ટો કરન્સીના રોકાણના નામે ઠગાઈનો આંક 1 કરોડને પાર, આરોપીઓના રિમાન્ડ મંજૂર
રાજકોટમાં ક્રિપ્ટો કરન્સીના રોકાણના નામે ઠગાઈનો આંક એક કરોડ સુધી પહોંચી ગયો છે. જેમાં સુરતના બન્ને આરોપીઓના બાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપીઓએ રોકાણની આકર્ષક સ્કીમ આપી અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી.