Rajkot Game Zone Fire Case | આગકાંડના આરોપી સાગઠીયા સામે નોંધાયો વધુ એક ગુનો, જુઓ અહેવાલ
Rajkot Game Zone Fire Case |બોગસ મિનિટ્સ બુકના ગુનામાં મનસુખ સાગઠિયાની ધરપકડ. TRP ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ બનાવાયેલ ઈમ્પેક્ટ અંગેનું બોગસ રેકર્ડ ઊભા કરવાનો આઈડિયા તત્કાલીન એટીપી ગૌતમ જોશીનો હોવાનો સીટની તપાસમાં ખુલાસો. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડનાં આરોપી મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠીયાની સીટે બોગસ મીનીટસ બુક બનાવવાના ગુનામાં આજે જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી હતી. આવતીકાલે તેને સીટ રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરશે. અગ્નિકાંડ બાદ સાગઠીયાની આ બીજા ગુનામાં ધરપકડ થઈ છે. હજૂ તેની સામે અપ્રમાણસર મિલ્કતો અંગે એસીબી તપાસ કરી રહી છે.
અગ્નિ કાંડ મામલે રાજકોટમાં સીટની તપાસ તેજ. હવે મનપાના TP વિભાગના તમામ કર્મચારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા. TP વિભાગના કર્મચારીઓને સંબધિત ફાઈલ સાથે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા. ટીઆરપી ગેમઝોન સંબંધિત કાગળો-ફાઈલોનું ક્રોસ વેરિફિકેશન સીટ દ્વારા કરાશે. ટીપીઓ સાગઠિયાએ મિનિટ્સ નોટ બોગસ બનાવી તેમ અન્ય કોઈ દસ્તાવેજ ખોટી રીતે ઉભા નથી કરાયા ને? તેના પર ખાસ નજર. સીટે અગાઉ પોલીસ, પીજીવીસીએલ, માર્ગ મકાન, મનપા, ફાયર સહિત જુદા - જુદા વિભાગના 90 થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા છે. સમગ્ર તપાસમાં દસ્તાવેજી પુરાવા જ મહત્વના સાબિત થવાના હોવાથી એક એક કાગળને એકથી વધુ વખત વેરીફાઈ કરાશે...