Rajkot Game Zone Fire: મેં મારું બધું જ આગમાં ગુમાવી દીધું: દીકરાને ખોનાર પિતાની હૈયા વરાળ

Continues below advertisement

રાજકોટ TRP ગેમઝોનમાં આગ લાગતા કૂલ મૃત્યુઆંક 28 પર પહોંચ્યો છે. આ અગ્નિકાંડે સમગ્ર શહેરના હચમચાવી નાખ્યું છે. આ દુર્ઘટનામાં એક જ પરિવારના 5 લોકો હજુ લાપતા છે.


રાજકોટ TRP ગેમઝોનમાં આગ લાગતા કૂલ મૃત્યુઆંક 28 પર પહોંચ્યો છે. આ અગ્નિકાંડે સમગ્ર શહેરના હચમચાવી નાખ્યું છે. આ દુર્ઘટનામાં એક જ પરિવારના 5 લોકો હજુ લાપતા છે. પરિવારના 8 લોકો ગેમઝોનમાં હતા. આ આગકાંડમાં પોતાના સ્વજનો ગુમાવનારા પ્રદિપસિંહ ચૌહાણે કહ્યું કે, 'ગુનેગારોને સખત સજા થવી જોઈએ. મારે સરકારી સહાય જોતી નથી.  મેં મારું બધું જ ગુમાવ્યું છે. સજા થયા બાદ ગુનેગારોને જામીન મળશે તો તેને જાનથી મારી નાખીશ.' પ્રદિપસિંહ ચૌહાણનો 15 વર્ષનો દીકરો રાજભા ચૌહાણ દુર્ઘટનામાં લાપતા થયો હતો. 

વધુમાં પ્રદિપસિંહ ચૌહાણે કહ્યું કે, ‘મારે કોઈ સરકારી સહાય જોઈતી નથી. હું મીડિયાના હાજરીમાં કહું કે, મને જે પણ સરકારી સહાય મળશે તેને હું જરુરિયાતમંદોને આપી દઈશ. અને ખાસ વાત કે, આ લોકોને જે પણ સજા થશે. ફાંસીની સજા કે કોઈ પણ જાતની સજા પડશે અને સજા પહેલા જો તેમને જામીન મળ્યા તો હું બધાને મારી નાખીશ. મારે આગળ પાછળ કઈ છે નહીં. જે હતું તે બધુ જતું રહ્યું છે. તેથી હું કોઈને જીવતા નહીં રહેવા દઉ. જેમ અમારા પરિવારની ઓખળપરખ નથી થતી તેમ હું તેમની ઓળખપરખ નહીં થવા દઉં.’

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram