રાજકોટઃ દિવાળી અગાઉ આરોગ્ય વિભાગ એક્શનમાં, રૈયા વિસ્તારમાં ફરસાણ અને મીઠાઇની દુકાનોમાં દરોડા
દિવાળીના તહેવારોને લઈ રાજકોટમાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. સતત બીજા દિવસે આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. રૈયા વિસ્તારમાં ગિરિરાજ ફરસાણ અને મીઠાઈની દુકાનમાં દરોડા પાડ્યા હતા અલગ અલગ 16 દુકાનોમાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું.