Rajkot Hit and Run Case: રફતારના રાક્ષસો પર લગામ ક્યારે? રાજકોટમાં બેફામ BMW હંકારી નબીરાએ એકને કચડ્યો

Continues below advertisement

રાજકોટમાં રફતારના કહેર જોવા મળ્યો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરમાં બેફામ BMW હંકારી નબીરાએ એક યુવકને કચડ્યો હતો. કાલાવડ રોડ નજીક ક્રિસ્ટલ મોલ પાસે ઘટના બની હતી. નબીરાએ બાઈકને ટક્કર મારતા 20 વર્ષીય યુવકનું મોત થયું છે. મૃતક યુવકનું નામ અભિષેક નાથાણી હોવાનો ખુલાસો થયો છે. કાર ચાલક તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. કાર ચાલક નબીરાનું નામ આત્મન પટેલ હોવાનો ખુલાસો થયો હતો. 

રાજકોટમાં રાત્રીના બેફામ બીએમડબ્લ્યૂ હંકારી નબીરાએ એક યુવાનનો જીવ લઈ લીધો હતો. કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ નજીક 20 વર્ષીય યુવક અભિષેક નાથાણી બાઈક પર જઈ રહ્યો હતો. ત્યારે પૂરપાટ ઝડપે આવતા BMW ચાલક નબીરાએ જોરદાર ટક્કર મારતા અભિષેક નાથાણીનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત બાદ કાર ચાલક નબીરો સામેથી જ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. વારંવાર આ પ્રકારની ઘટનાઓના કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બેફામ બનેલા નબીરાઓને કાયદાનો પાઠ ભણાવવા માંગ ઉઠી છે. બનાવની જાણ થતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં છેલ્લા 4 દિવસમાં અકસ્માતે ચાર લોકોનાં મોત નીપજ્યાં છે, જેમાં એક તરુણ, એક તરુણી અને બે યુવકના મોત નીપજ્યા છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે પૂરપાટ ઝડપે હોન્ડા સિટી કારની અડફેટે માતા-પુત્રીનો અકસ્માત થયો હતો, જેમાં ગઈકાલે સારવાર દરમિયાન 15 વર્ષીય પુત્રીનું મોત નીપજ્યું હતું.  આ પછી પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કારચાલક સામે તપાસ શરૂ કરી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola