Rajkot Leopard Threat | 'દીપડો દેખાતા જ વંડી ઠેકીને ભાગવા લાગ્યો', સાંભળો નજરે જોનારાની જુબાની
Rajkot Leopard Threat | રાજકોટના કૃષ્ણનગરના પૂર્વ સરપંચ લાલભાઈ વિરાણી એ ગઈકાલે દીપડો જોયો હતો.કણકોટ કૃષ્ણનગરના સ્મશાનમાં તેઓ વૃક્ષોને પાણી પાવા ગયા અને દીપડો જોઈ જતા ભાગ્યા હતા.લાલભાઈ વિરાણીએ ગઈકાલે સાંજે 4:30 વાગ્યે દીપડાને જોતાની સાથે જ ભાગ્યા હતા.ગુજરાતી કહેવત યથાર્થ સાબિત થઈ પડે,ભીહ પડે ત્યારે ભલભલા ભાગી જાય,દીપડા અને માત્ર 50 ફૂટ દૂર જોતાં જ લાલભાઈ પાંચ કે છ ફૂટની દિવાલ કૂદીને ભાગી ગયા હતા.લાલભાઈએ કહ્યું મારી જિંદગીમાં આટલી નજીકથી પહેલી વાર દીપડો જોયો હતો.લાલભાઈએ કહ્યું કે 10 થી 20 સેકન્ડ માટે તો મોત ભાળી ગયો અને દિવાલ ઠેકી ગયો હતો. લાલજીભાઈ વિરાણીએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી.