Rajkot: સાતમ આઠમના લોકમેળાનું બદલાશે સ્થાન? આ સમસ્યાના કારણે સ્થળ બદલવા વિચારણા
રાજકોટમાં સાતમ આઠમના યોજાતા લોકમેળાનું સ્થળ બદલાઈ શકે. કણકોટ અથવા ન્યુ રેસકોસમાં લોક મેળો ખસેડવા વિચારણા ચાલી રહી છે. 20 વર્ષ પહેલા રાજકોટના શાસ્ત્રી મેદાનમાં લોક મેળો યોજાતો. બાદમાં દર વર્ષે લોકમેળો રેસકોર્સમાં લોક મેળો યોજાય છે. દર વર્ષે રાજકોટના લોકમેળામાં 12થી 15 લાખ લોકો ઉમટી પડે છે. ટ્રાફિક સહિતને સમસ્યાઓ સર્જાતા લોકમેળો બહાર ખસેડવા વિચારણા છે..
વર્ષોથી રાજકોટ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીના અવસરે લોકમેળો યોજાય છે. જો કે હવે તેનું સ્થાન બદલવાની વિચારણા ચાલી રહી છે. રેસકોર્ષ ગ્રાઉન્ડથી આ લોકમેળો કણકોટ અથવા ન્યુ રેસકોર્સ શિફ્ટ કરવા મુદ્દે હાલ વિચારણા ચાલી રહી છે. ઉલ્લેખનિય છે ટ્રાફિકની સમસ્યાના કારણે લોકમેળાનું સ્થાન બદલવા અંગે વિચારણ ચાલી રહી છે.
ટ્રાફિક સહિતની કેટલીક સમસ્યાને ધ્યાનમાં લઇને લોકમેળાનું સ્થળ બદલાવવા અંગે વિચારણા થઇ રહી છે.
ઉલ્લેખનિય છે કે, સૌરાષ્ટ્રમાં કૃષ્ણજન્માષ્ટમીના અવસરે લોકમેળા યોજાય છે. રાજકોટમાં અતિ ભવ્ય અને વિશાળ લોકમેળાનું શ્રાવણ મહિનામાં સાતમ આઠમ પર થાય છે. દર વર્ષે લોકમેળામાં સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારમાંથી લોકો ઉમટે છે.