Rajkot Love Jihad Case : રાજકોટ લવ જેહાદ કેસમાં મોટો ધડાકો, આરોપી સાહિલની અન્ય પ્રેમિકા આવી સામે
Rajkot Love Jihad Case : રાજકોટ લવ જેહાદ કેસમાં મોટો ધડાકો, આરોપી સાહિલની અન્ય પ્રેમિકા આવી સામે
રાજકોટમાં લવ જેહાદ કેસમાં નવો વળાંક આવ્યો છે. આરોપી સાહિલની અન્ય પ્રેમિકા હવે સોશિયલ મીડિયામાં સામે આવી છે. મીડિયા સામે આવીને તેણીએ દાવો કર્યો છે કે તે પાંચ વર્ષથી સાહિલ સાથે પ્રેમ સંબંધમાં હતી. તેણીએ આગળ કહ્યું કે સાહિલે તેને લગ્નની લાલચ આપીને તેની પત્નીને તલાક આપવાનું કહ્યું હતું. સાહિલે તેણી પાસેથી ₹3 લાખ રૂપિયા પણ પડાવ્યા હોવાનો દાવો તેણીએ કર્યો છે. તેણીએ આરોપ લગાવ્યો છે કે સાહિલ તેને ધમકીઓ પણ આપતો હતો.
હજુ સુધી પોલીસ સાહિલને પકડી શકી નથી. 15 વર્ષીય સગીરાને સાહિલે ફસાવી હતી. પ્રેમજાળમાં સાહિલના કહેવાથી દીકરી ભાગી ગઈ હોવાનો આરોપ સગીરાની માતાએ લગાવ્યો છે. સગીરાની માતાએ કહ્યું, "આ જે સાહિલ વાઘેર છે, એને આજ બે દિવસ થાય છે હું ન્યુઝમાં જોઉં છું. એ વ્યક્તિએ પહેલા લગ્નની લાલચ દઈને મારી સાથે આજ પાંચ વર્ષથી રહે છે. અને આજે 14 વર્ષની છોકરીને લઈને ભાગી ગયા. મને પણ આવી લાલચું દઈ દઈને ભગાડી ગયા હતા. મને આવી લાલચ દીધી કે મારી એક ઘરવારી છે ને કે છૂટું થઈ જશે તો હું તારી હારે મેરેજ કરી લઈશ. આજ પાંચ વર્ષથી અમારા ભેગા રહેતા હતા. અને આ જ્યારે ભાઈગા ને એના આગલા દિવસે મારા સાથે હતા.