
Rajkot Mayor Naynaben Pedhadiya : મહાકુંભથી આવેલા મેયર નયનાબેને શું કર્યો ખુલાસો?
Rajkot Mayor Naynaben Pedhadiya : મહાકુંભથી આવેલા મેયર નયનાબેને શું કર્યો ખુલાસો?
રાજકોટના મેયર નયનાબેન પેઢડીયાના મહાકુંભ પ્રવાસનો મામલો. સમગ્ર મામલે મેયર નયનાબેનનું નિવેદન. મને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. આ બાબતે ઉચ્ચ કક્ષાએ મોકો મળશે તો રજૂઆત કરીશ. બે રૂપિયા કિલોમીટર વાળી વાત કરી મારી છબી ખરડવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરિવાર સાથે હું કુંભમાં સ્નાન કરવા માટે ગઈ હતી. હું ગઈ ત્યારે રાષ્ટ્રપતિ પણ ગયા હતા. મનપા કમિશ્નર ની પરવાનગી લઈને હું કુંભમાં ગઈ હતી. ઝડપથી પાછું કોર્પોરેશનમાં આવી શકાય તે માટે હું કાર લઈને ગઈ હતી. કોઈ વ્યક્તિગત બાબતે હું પડવા માગતી નથી. મારી ગરિમા જડવાઈ નથી,અમે સંપૂર્ણ ડ્રેસ પહેરીને મર્યાદા પૂર્ણ સ્નાન કર્યું. કોઈએ આ ઈશ્યુ બનાવ્યો છે,અમારી ગરિમા જળવાય નથી. જ્યાં સુધી કપડાં સુકાવવાની વાત છે તો ત્યાં કોઈ પણ પ્રકારની દોરી કે કંઈ હતું નહિ જેથી હું સ્ત્રી છું તે માટે ત્યાં સુકાવ્યા. મે ત્યાં પણ કોઈ સરકારી લાભ લીધા નથી. હું સામાન્ય માણસની જેમ જ ત્યાં સ્નાન કરી ને પરત ફરી છું.