Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાં

Continues below advertisement

રાજકોટ મહાનગરપાલિકા. જેની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી છે શંકાના દાયરામાં. આરોપ તો એ લાગી રહ્યા છે કે, રાજકોટ મહાનગરપાલિકાએ NGT એટલે કે, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલને પણ પહેરાવ્યા ઊંધા ચશ્મા. વાત એવી છે કે, રાજકોટ શહેરમાંથી એકત્ર થતા કચરાનો નાકરાવાડી ડમ્પિંગ સાઈટ પર નિકાલ કરવામાં આવે છે.. રાજકોટ મહાનગરપાલિકાએ NGT સમક્ષ સોગંદનામું કર્યું. જેમાં કહેવાયું કે, ફેબ્રુઆરી, 2024 સુધી 10 લાખ મેટ્રિક ટન કચરો પડ્યો છે.. જેનો સપ્ટેમ્બર, 2024 સુધીમાં નિકાલ કરી નાખશું. જો કે, આજે પણ અંદાજે 8 લાખ ટન કચરો પડ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે. રાજકોટના RTI એક્ટિવિસ્ટ અને વકીલ શૈલેન્દ્રસિંહ જાડેજાએ રાજકોટ મહાનગરપાલિકાના સોગંદનામાની પોલ ખોલી છે. શૈલેન્દ્રસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો કે, રાજકોટ મહાનગરપાલિકાએ NGT સમક્ષ સોગંદનામામાં ખોટા દાવા કર્યા. કુલ કેટલો કચરો પડ્યો છે અને કેટલાનો નિકાલ કરાયો. તે મુદ્દે વિસંગતતા છે.. શૈલેન્દ્રસિંહે દાવો કર્યો કે, છેલ્લા 10 વર્ષથી મહાનગરપાલિકાનો પ્લાન્ટ જ બંધ છે. તો પછી કચરાનો નિકાલ કઈ રીતે કરાયો. તો આ મુદ્દે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાનું કહેવું છે કે, 3 ફેજમાં કચરાના નિકાલની કામગીરી ચાલી રહી છે. એજન્સીની ભૂલ હશે તો તેનો ખુલાસો પૂછવામાં આવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram