Rajkot News : TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ તંત્રની કડક SOP, રાઇડ સંચાલકોની નિયમો હળવા કરવા માગ

Rajkot News | TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ તંત્રની કડક SOP, રાઇડ સંચાલકોની નિયમો હળવા કરવા માગ

અગ્નિકાંડ બાદ રાજકોટના લોકમેળાને લઈને પ્રશાસને બનાવ્યા છે કડક નિયમો..જોકે, રાઈડના સંચાલકોએ નિયમો હળવા કરવા માગ કરી. રાઈડના સંચાલકોનું કહેવું છે કે, SOPમાં રાઈડનું ફાઉન્ડેશન અને NDT રિપોર્ટનો ઉલ્લેખ છે પરંતુ, લોકમેળામાં પ્લોટ ભાડેથી આપવામાં આવે છે, જેથી કાયમી એમ્યૂઝમેન્ટ પાર્કના નિયમોની અમલવારી કરાવવી શક્ય નથી.રાઈડના સંચાલકોએ રાઈડના ભાડામાં 10 રૂપિયાના વધારાની પણ માગ કરી. આ તરફ, આ વર્ષે લોકમેળાના વીમાની રકમ અઢી કરોડ વધારી 7.50 કરોડ કરવામાં આવી. રાત્રે સાડા અગિયાર વાગ્યા બાદ મેળામાં એન્ટ્રી નહીં મળે, સિક્યૂરિટી સ્ટાફની સંખ્યા પણ 100થી વધારી 125 કરવામાં આવી..આગામી 24થી 28 ઓગસ્ટ સુધી લોકમેળો યોજાશે...

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola