Rajkot News: પીઠડીયા ટોલપ્લાઝામાં દોઢ ગણો ટોલ ટેક્ષ વધારો કરાતા વિરોધ...
રાજકોટ જિલ્લાના પીઠડીયા પાસે આવેલ ટોલપ્લાઝામાં સ્થાનિકો પાસે 25 રૂપિયા ટોલ ટેક્ષ લાગુ કરતા જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને જેતપુર ડાઇગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિઅન દ્વારા ટોલ ટેક્ષ વધારા નો વિરોધ કરી ટોલ વધારો પાછો ખેંચવા રજુઆત કરી
રાજકોટના પીઠડીયા ટોલપ્લાઝામાં દોઢ ગણો ટોલ ટેક્ષ વધારો કરાતા વિરોધ. નેશનલ હાઇવે ઓથોરિટીએ વાટાઘાટો કરી જેતપુરના વાહન ચાલકો પાસેથી લોકલ ટોલ ચાર્જ પાંચ રૂપિયા વસુલવાનું અને 5 રૂપિયા આજીવન ચાર્જ રહશે તેવું નક્કી કરવામાં આવ્યું. મૌખિક સમજૂતી થયેલી પરંતુ સમયાંતરે 5 રૂપિયામાંથી 7 રૂપિયા ત્યાર બાદ 10 રૂપિયાનો વધારો કરાયો. તો હવે એકાએક લોકલ ટોલ 25 રૂપિયા કરાતા સ્થાનિક વાહન ચાલકોમાં આક્રોશ છે. એટલું જ નહીં પીઠડીયાથી ભરૂડી બે ટોલ પ્લાઝા વચ્ચે 36 કિલોમીટરનું અંતર હોવાથી પીઠડીયા ટોલ પ્લાઝા ગેરકાયદે કહેવાય તેવો ડાઇન્ગ એસોસિઅનના પ્રમુખે આરોપ લાગાવ્યો .અને આ 25 રૂપિયાનો ટોલટેક્સ પરત ખેંચવા ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિઅને માગ કરી