મારા આટલા નાના વીડિયો માટે પોલીસે કાર્યવાહી કરવી હોય તો કરે હું સહકાર આપીશ પણ મેં કોઈ ગુનો કર્યો નથી...
ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવતા રાજકોટ સહિતના 20 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. રાજકોટમાં નાઇટ કર્ફ્યૂના સમયમાં એક યુવતીએ જાહેરમાં વીડિયો બનાવતા ચકચાર મચી ગઈ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી વિગતો પ્રમાણે રાજકોટમાં મહિલા કોલેજ ચોક અંડરબ્રિજ (Rajkot under bridge) પાસે યુવતીએ ડાન્સ કરતો વીડિયો બનાવ્યો હતો.આ સમગ્ર મામલે રાજકોટ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.