રાજકોટમાં સ્કૂલ ફી ઘટાડાને લઇને વાલીઓ મેદાને, સ્કૂલ ફીમાં 50 ટકાનો ઘટાડો કરવા માંગ
સ્કૂલ ફી લઈને રાજકોટમા વાલીઓ મેદાને આવ્યા છે. વાલીઓએ સ્કૂલ ફીમાં 50 ટકા રાહત આપવાની માંગ કરી છે. વાલીઓનું કહેવું છે કે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.ત્યારે ધોરણ 11 માં આ વખતે ડબલ એડમિશન થવાના છે જેનો ફાયદો સ્કૂલોને થવાનો છે. આ ફાયદાનો લાભ શું વાલીઓ અને વિદ્યાર્થીઓને સ્કૂલો દ્વારા આપવામાં આવશે.વાલીઓએ કહ્યું એક તરફ સ્કૂલોની આવકો પણ વધશે, તો બીજી તરફ કેટલી ફીમાં રાહત મળશે તે ખાનગી સ્કૂલો જણાવે.