Rajkot: સિવિલમાં દાખલ થવા માટે દર્દીઓને ભારે હાલાકી, હોસ્પિટલ બહાર લાગી લાંબી લાઈનો
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેડની અછતના કારણે દાલખ થવા માટે દર્દીઓ અને તેમના સગાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર્દીઓના સગાઓએ કહ્યું સરકાર વધુ બેડની વ્યવસ્થા કરે.. ગઈકાલ સાંજે 7:00 થી સિવિલ હોસ્પિટલની બહાર ચૌધરી હાઇસ્કુલ માં ઊભા છીએ, હજી સુધી દર્દી નો વારો નથી આવ્યો.. ગઈકાલે રાતે સિવિલ ઓક્સિજન ખૂટી ગયો હતો...જેના કારણે રાતે દર્દીઓ એડમિટ થઈ શક્યા ન હતા..