Rajkot Politics: ભાયાવદરમાં ભાજપ નેતા પર ગુંડાગર્દીનો આરોપ, જાણો શું છે આખો મામલો?
Rajkot Politics: ભાયાવદરમાં ભાજપ નેતા પર ગુંડાગર્દીનો આરોપ, જાણો શું છે આખો મામલો?
ભાયાવદરમાં ફટાકડા ફોડવાની બાબતમાં સોશિયલ મીડિયામાં આવેલા મેસેજના જવાબનો ખાર રાખી ગઈકાલ રાતે બસ સ્ટેન્ડની સામે પાનની દુકાન પાસે મિત્રો સાથે બેઠેલા નગરપાલિકા વિરોધપક્ષના નેતા ઉપર ભાજપના આગેવાન અને તેમના મળતીયાઓએ હાથાપાઈ હુમલો કરતા અફરાતફરી મચી ગઈ હતી તેમજ આજુબાજુની દુકાનોના ટપોટપ શટરો પડી ગયા હતા. આ બનાવમાં બન્ને જુથે સામસામે ફરિયાદ નોધાવી છે. એક તકે આ નેતા જીવ બચાવવા દોડતા અન્ય લોકોએ તેની વહારે ચડી એક દુકાનમાં પૂરી દઈ શટર પાડી દીધું હતું. આમ છતા ટોળાએ પહોંચી શટર ઉંચકી ફરી પકડી પાડી માર માર્યો હતો, જેમાં વિપક્ષ નેતાના દાંત પડી ગયા હતા અને ડાબા કાનમાં ઈજા થઈ હતી. બનાવના પગલે પાટીદાર સમાજ ભવન ખાતે વેપારીઓ મોટી સખ્યામાં એકત્ર થઈ ગયા હતા, જેમાં બુધવારે બપોર સુધી ભાયાવદર બંધનું એલાન જાહેર કરાયું છે.