Rajkot: ખાદ્યતેલના ભાવમાં સતત વધારો, સિંગતેલના ભાવમાં કેટલો થયો વધારો?
પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસની સાથે છેલ્લા કેટલાક દિવસથી ખાદ્યતેલમાં પણ સતત તેજી જોવા મળી રહી છે. સનફ્લાવરના ભાવ વધારાએ અત્યાર સુધીની તમામ સપાટી કુદાવી છે. બે દિવસમાં સનફ્લાવરના ભાવમાં 180 રૂપિયાનો ભાવ વધારો થયો. આજે સનફ્લાવર્સમાં 60 રૂપિયાનો વધારો થયો છે. તો આ તરફ સિંગતેલમાં પણ 20 રૂપિયાનો વધારો થયો છે.તો કપાસિયા તેલમાં ડબ્બે 45 રૂપિયાનો વધારો થતા ભાવ 2 હજાર 60થી 2 હજાર 100 રૂપિયા થયો