રાજકોટ: જેતપુર, ધોરાજી, ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, જુઓ વીડિયો
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી પાકને નુકશાન પહોંચ્યું હતું. રાજકોટના જેતપુર, ધોરાજી,ઉપલેટા, જામકંડોરણા તેમજ આસપાસના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે અનેક મગફળીનો તૈયાર પાકને નુકસાન થયું હતું. પાક નિષ્ફળ જતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. ખરીફ પાકો જેવા સોયાબીન, તુવેર, કપાસ અને એરંડા જેવા વિવિધ પાકોને પણ ભારે નુકસાન થવાની ભીતિ છે