Rajkot: ધોરાજી, જેતપુર, વિરપુર, કાગવડમાં વરસ્યો વરસાદ, જુઓ વીડિયો
રાજકોટ જિલ્લાના ધોરાજી, જેતપુર, વિરપુર અને આસપાસના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. ધોરાજીમાં છેલ્લા 24 કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસાદ વરસ્યો હતો. તેમાં પણ ખાસ કરીને ધોરાજીના તોરણીયા, મોટીમારડ, ફરેણી, જમનાવડ, પીપડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો. વીરપુરમાં પણ સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ નોંધાયો. ભારે વરસાદને લઈને હાઇવે પરથી વિરપુર પર તરફ જવાના રસ્તા પર ઘુંટણ સમા પાણી ભરાયા હતા.