
Rajkot Summer Effect : કાળઝાળ ગરમીને કારણે બપોરે ટ્રાફિક સિગ્નલ રહેશે બંધ, સ્કૂલનો સમય સવારનો
Rajkot Summer Effect : કાળઝાળ ગરમીને કારણે બપોરે ટ્રાફિક સિગ્નલ રહેશે બંધ, સ્કૂલનો સમય સવારનો
ભીષણ ગરમી વચ્ચે રાજકોટમાં પ્રશાસને મહત્વનો નિર્ણય લીધો હતો. રાજકોટમાં બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આકરા તાપના કારણે સરકારી સ્કૂલોનો સમય પણ સવારનો કરાયો છે. જાહેર સ્થળોએ ORS-છાશ વિતરણ કેંદ્રો શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. દવાનો સ્ટોક પૂરતી માત્રામાં રાખવા સૂચના આપવામાં આવી છે.
સોમવારે રાજકોટમાં ઉનાળાની સીઝનનું રેકોર્ડ બ્રેક 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.આકાશમાંથી જાણે અગન જ્વાળાઓ વરસી રહી હોય તેવો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે. આકરા તાપના કારણે શહેરમાં બપોરના સમયે તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારી શાળાઓનો સમય સવારનો કરાયો છે. એટલે બપોરની પાળીમાં ચાલતી શાળાઓનો સમય સવારનો કરવા સૂચના અપાઈ છે. જ્યારે જાહેર સ્થળોએ લોકો માટે ORS અને છાશ વિતરણ કેંદ્રો શરૂ કરવા માટે નિર્દેશ અપાયા હતા. હીટવેવની સ્થિતિ વચ્ચે ઝાડા, ચક્કર સહિતના કેસો પણ વધતા હોય છે ત્યારે આરોગ્ય કેન્દ્રો, દવાખાનાઓમાં દવાઓનો સ્ટોક પૂરતી માત્રામાં રાખવાના નિર્દેશ અપાયા હતા.