Rajkot TRP Game Zone Fire | રાજકોટ આગકાંડના 24 કલાક બાદ પણ માનવ અંગો મળવાનો સીલસીલો યથાવત

Continues below advertisement

રાજકોટ અગ્નિકાંડના સ્થળેથી હજુ માનવ અંગો મળી રહ્યા છે. NDRFની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી. કાટમાળ નીચેથી દટાયેલા માનવ અંગ મળી આવ્યા . હાથમાં પહેરવાની એક વીંટી પણ મળી આવી . NDRF દ્વારા શ્વાનની મદદથી માનવ અંગો શોધવાની કામગીરી કરાઇ. TRP ગેમ ઝોનને પોલીસ કમિશનરે આપી મંજૂરી. ટિકીટ બુકિંગ માટે મંજુરી આપવામાં આવે છે. નવેમ્બર ૨૦૨૩માં મંજૂરી આપવામાં આવી હતી તે પૂર્ણ થયા બાદ ૩૧-૧૨-૨૦૨૪ સુધી રિન્યૂ કરવામાં આવી છે. દરેક વિભાગની મંજૂરીના કાગળો સાથે મંજૂરી અપાઇ હતી. ફાયર NOC માટે ફાયરના સાધનોના બિલ રજૂ કરવામાં આવ્યા હતા અને NOC માટે પ્રક્રિયા ચાલુ હોવાનો દાવો કર્યો હતો. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના મામલે મોરબી ઝુલતા પુલ દુર્ઘટના ના પીડિતે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. નરેન્દ્રભાઈ પરમારે ઝુલતા પુલ દુર્ઘટનામાં પોતાની દીકરી ગુમાવી હતી. ઝુલતા પુલ દુર્ઘટના, વડોદરા ની હરણી નદી દુર્ઘટના અને રાજકોટની ગેમ ઝોન અગ્નિકાંડ માં નિર્દોષ બાળકો ભોગ બન્યા. આરોપીઓ સામે કોઈ કડક કાર્યવહી થતી નથી તેઓ જામીન પર છૂટી જાય છે તેવો અમારો 2 વર્ષનો અનુભવ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram