Rajkot TRP Game Zone Fire | દુર્ઘટનાને લઈને કેનેડામાં પણ મૃતકોની આત્માની શાંતિ માટે કરાઈ પ્રાર્થના

Rajkot TRP Game Zone Fire | રાજકોટમાં બનેલી ગેમઝોન દુર્ઘટનાને લઈને હવે સાત સમુંદર પાર પણ દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે... કેનેડામાં શ્રીરામધૂન મંડળ તરફથી પણ મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.... અહીંયા હનુમાન ચાલીસાના પાઠ, રામધૂન, શિવસ્તૃતી, ગાયત્રીમંત્ર સહિતનું પઠણ કરવામાં આવ્યું હતું.. તેમણે કહ્યું કે તમામ આત્માઓને પરમાત્મા શાંતિ આપે તમારા દુઃખમાં અમે તમારી સાથે છીએ... 

 

રાજકોટના ગેમઝોન અગ્નિકાંડથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે. આ ગોજારી ઘટનામાં 24 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. હવે આ અગ્નિકાંડ મામલે ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું છે.  દુર્ઘટના અંગે રાજયસ્તરની SITની રચના કરવાની જાહેરાત કરવામાં આવી છે. સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં SIT તપાસ કરશે. રાજ્યના ચારથી પાંચ સિનિયર પોલીસ અધિકારીઓ SITમાં સામેલ થશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola