Rajkot TRP Game Zone Fire | રાજકોટ આગકાંડમાં સરકારની મોટી કાર્યવાહી, જુઓ મોટા સમાચાર
રાજકોટ: રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરવામાં આવી છે. અગ્નિકાંડ બાદ ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશકુમાર ઝાની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની બદલી કરાઈ હતી. અગ્નિકાંડ બાદ ગૃહ વિભાગે મોટો નિર્ણય લીધો હતો. રાજુ ભાર્ગવ, વિધી ચૌધરીની પણ બદલી કરાઇ હતી. રાજકોટ અગ્નિકાંડ બાદ ત્રણ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલની પણ બદલી કરાઇ છે. રાજુ ભાર્ગવ અને વિધી ચૌધરીને નવુ પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. રાજુ ભાર્ગવ અને જેસીપી વિધી ચૌધરીને વેઈટિંગમાં રખાયા છે. સુધીર દેસાઈની પણ બદલી કરાઇ છે. રાજકોટના નવા પોલીસ કમિશ્નર તરીકે બ્રજેશકુમાર ઝાની નિમણૂંક કરાઇ છે. વિધી ચૌધરીની જગ્યાએ મહેંદ્ર બગરીયાની નિમણૂંક કરાઇ છે.
રાજકોટ શહેરના અધિક પોલીસ કમિશનર એવા વિધિ ચૌધરીની પણ બદલી કરાઈ છે. વિધિ ચૌધરીના સ્થાને મહેંદ્ર બગરીયાની નિમણૂંક કરવામાં આવી છે. મહેંદ્ર બગરીયા રાજકોટના એડિશનલ પોલીસ કમિશનર બન્યા છે.
રાજકોટ પોલીસમાં ઝોન-2માં ડેપ્યૂટી નાયબ પોલીસ કમિશનર સુધિરકુમાર દેસાઈની પણ તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. સુધિર દેસાઈ હાલ કોઈ પોસ્ટિંગ નથી આપવામાં આવ્યું. તેમના સ્થાને જગદિશ બંગરવાને નિમણૂક આપવામાં આવી છે.