Rajkot TRP Game Zone Fire: SIT ની ટીમ આજે અગ્નિકાંડમાં કરેલી તપાસ રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપશે
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં રચાયેલી સ્પેશલ ઈન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીની ટીમ આજે અગ્નિકાંડમાં કરેલી તપાસ રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપશે. ગેરકાયદે શરૂ કરાયેલા ગેમઝોનમાં કયા કયા અધિકારીઓની કઈ કઈ ભૂમિકા હતી.. અને આવા કયા કયા અધિકારીઓએ કોને કોને છાવર્યા સહિતના અનેક ખુલાસા એસઆઈટીના તપાસ રિપોર્ટમાં અનેક ખુલાસા થઈ શકે છે.. બે દિવસની તપાસમાં એસઆઈટીએ અનેક અધિકારીની પૂછપરછ કરી છે.. ત્યારે ગેમઝોન શરૂ થયો ત્યારથી આગ લાગી ત્યા સુધીના ઘટનાક્રમની એસઆઈટીની ટીમે તપાસ કરી છે.. સાથે જ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા અધિકારીઓની એસઆઈટીએ પૂછપરછ કરી છે.. અને અધિકારીઓ પાસેથી અનેક દસ્તાવેજો પણ એસઆઈટીની ટીમે કબજે કર્યા છે.. ત્યારે આજના એસઆઈટીના રિપોર્ટમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે