Rajkot TRP Game Zone | રાજકોટ દુર્ઘટનાને લઈને મોરારી બાપુનું મોટું નિવેદન

TRP Game zone Fire: શનિવારે ટીઆરપી ગેમ ઝોનમાં (TRP Gamezone) લાગેલી આગે એક નહિ પરંતુ 27 લોકોનો ભોગ લીધો છે. જ્યારે કેટલાક લોકો હજુ પણ લાપતા છે. જેના કારણે મૃત્યુઆંકમાં પણ વધારો થઇ શકે છે.  આગ એટલી ભીષણ હતી કે, પ્રત્યક્ષદર્શીના કહેવા મુજબ એક મિનિટમાં આગે આખા ગેઇમ ઝોનને બાનમાં લઇ લીધું હતું અને બાદ બ્લાસ્ટ થતાં 27 લોકો આગમાં જીવતા સળગ્યાં. મૃતકમાં બાળકો અને યંગસ્ટર્સની સંખ્યા વધારે છે. હૃદયને હચમચાવી દેતી આ ઘટનાને લઇને મોરારિબાપુએ પણ મૃતકના પરિવાર પ્રત્યે સંવેદન વ્યક્ત કર્યું છે. જો કે આ સાથે મોરારિબાપુએ માતા પિતાને પણ બાળકોનું ધ્યાન રાખવા ટકોર કરી હતી.ઉલ્લેખનિય છે કે, હાલ ગોંડલમાં મોરારિ બાપુની કથા ચાલી રહી છે. આ દરમિયાન ગોંડલી નજીક રાજકોટમાં બનેલી આ ઘટનાને લઇને કથાકાર મોરારિ બાપુએ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. અને મૃતકોને શ્રદ્ધાજલિ આપી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola