Rajkot TRP Game Zone | અગ્નિકાંડને લઈને સવાલ પૂછતા જ ભાજપના નેતાઓ થઈ ગ્યા સાયલેન્ટ

રાજકોટમાં ગત શનિવારે ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ પ્રથમ વખત ભાજપે બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં હાજર નેતાઓમાંથી કોઈએ પણ અગ્નિકાંડ અંગે સ્પષ્ટ જવાબ આપ્યા નહીં. પત્રકારોના સવાલોના મારા સામે ભાજપના નેતાઓ નીચી મૂંડી કરીને ચાલતા થયા હતા.રાજકોટ ભારતીય જનતા પાર્ટીએ, આજે કમલમ ખાતે બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં, પત્રકારોના સવાલના જવાબ આપ્યા વીના જ નેતાઓ ભાગ્યા હતા. ભાજપના નેતાઓએ બોલાવેલી પત્રકાર પરિષદમાં એવુ કહેવામાં આવ્યું હતુ કે લોકસભાની ચૂંટણીના પરિણામની ઉજવણી રાજકોટ ભાજપ દ્વારા કરવામા નહીં આવે. આ બાદ જ્યારે પત્રકારોએ, અગ્નિકાંડને લઈને સવાલો પુછવાનું શરુ કર્યું ત્યારે રાજકોટ ભાજપના નેતાઓ કાંઈ પણ બોલ્યા વિના ચાલતી પકડી હતી.ભાજપના નેતાઓએ બોલાવેલી પત્રકાર પરિષદમાં એવુ કહેવામાં આવ્યું હતુ કે લોકસભાની ચૂંટણીના પરિણામની ઉજવણી રાજકોટ ભાજપ દ્વારા કરવામા નહીં આવે. આ બાદ જ્યારે પત્રકારોએ, અગ્નિકાંડને લઈને સવાલો પુછવાનું શરુ કર્યું ત્યારે રાજકોટ ભાજપના નેતાઓ કાંઈ પણ બોલ્યા વિના ચાલતી પકડી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola