Rajkot ના ત્રંબાની આજી નદીમાં બે યુવક ડૂબ્યા, ધૂળેટી રમ્યા બાદ નદીમાં ન્હાવા જતા બે યુવકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં ત્રંબાની આજી નદીમાં ડૂબી જતા બે યુવકનુ મૃત્યુ થયું હતું. ધુળેટી રમ્યા બાદ સાત યુવકો ન્હાવા માટે ત્રંબા નદીમાં આવ્યા હતા જેમાથી એક 20 વર્ષના અને બીજા 21 વર્ષના યુવકનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું હતું. યુવકોના ડૂબવાની ઘટના ગામના લોકોને ખબર પડતા ગ્રામજનોએ મૃતદેહ બહાર કાઢી આજીડેમ પોલીસને જાણ કરી હતી. હાલ આજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.