Rajkot: હોટલ સંચાલકોએ કરેલ પૈસા પડવ્યાના આક્ષેપ અંગે અમિષા વૈદ્યે શું કહ્યું?
રાજકોટ હોટલ એસોસિયેશન દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું.બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. હોટેલના સંચાલકોએ ગંભીર આક્ષેપો કર્યો રૂપિયા વગર સીલ ખોલવામાં આવતા નથી.તો મહાનગરપાલિકામાં કન્સલ્ટન્ટ તરીકે કામ કરતી મહિલાએ કહ્યું બે હોટલોના સીલ ખોલવામાં આવ્યા હતા અને મહાનગરપાલિકાના અધિકારીઓને પુરાવા રજૂ કર્યા હતા.
અમીશા વૈધે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ‘હું રાજકોટ મહાપાલિકાનાં મિશન મંગલમ્ પ્રોજેક્ટના ટીમ લીડર તરીકે રહી હતી. વર્ષ 2016 માં મેં રાજીનામું આપ્યું હતું અને હવે કન્સલ્ટિંગ સેવાઓ આપું છું. મારી પાસે અલગ-અલગ અરજીઓ આવી હતી, જે પૈકીની કેટલીક અરજીઓનું ટેમ્પરરી સિલ ખોલવા મેં અરજી કરી હતી. અમીશા વૈદ્યે કહ્યું કે, રૂપિયા લીધાની વાત તદ્દન ખોટી છે. રાજકોટનાં કેટલાક હોટેલ અને રેસ્ટોરન્ટના સિલ ખુલ્યા હતા, જેના મેં ફોટા પણ પડેલા હતા અને આ મુદ્દે મેં ફોટા RMC અધિકારીઓને પણ મોકલેલા છે.