Rajkot News : પોતાને કલ્કી અવતાર ગણાવતા રમેશ ફેફરે કરી લીધો આપઘાત, જુઓ શું છે કારણ?
Rajkot News : પોતાને કલ્કી અવતાર ગણાવતા રમેશ ફેફરે કરી લીધો આપઘાત, જુઓ શું છે કારણ?
રાજકોટ શહેરમાં રહેતા અને પોતાની કલકી અવતાર ગણાવતા રમેશ ફેફરે આત્મહત્યા કરી લીધી છે. રમેશ ફેફરે કાલાવડ રોડ પર આવેલા અર્ક બંસરી સોસાયટીમાં આવેલા પોતાના રહેણાંત મકાનમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. વર્ષોથી એકલવાયુ જીવન જીવતા ફેફરે રાત્રિના સમયે આ પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
પ્રાથમિક તારણ મુજબ એકલવાયું જીવન જીવવાથી કંટાળીને રમેશ ફેફરે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. રમેશ ફેફરનો પરિવાર હાલ વિદેશમાં હોય તેમને જાણ કરવામાં આવી છે. રમેશ ફેફરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
રમેશચંદ્ર ફેફર ભૂતકાળમાં સિંચાઈ વિભાગમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ વિવાદાસ્પદ નિવેદનોને કારણે ખૂબ ચર્ચામાં રહ્યા હતા. પોતાને ભગવાન કલકીનો અવતાર ગણાવતા હતા.