રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં મગફળીની મબલખ યાવક

Continues below advertisement
તહેવારો બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ના માર્કટિંગ યાર્ડ મગફળીથી છલકાયા છે. સૌથી વધુ રાજકોટ અને ગોંડલ માર્કટિંગ યાર્ડમાં આવકો થઇ છે..રાજકોટ બેડી યાર્ડમાં મગફળીની મબલક આવક સાથે 1.25 લાખ ગુણી મગફળીની આવક થઇ છે જ્યારે ગોંડલ યાર્ડમાં પણ એક લાખ ગુણી મગફળીની આવકો થઈ છે.ખેડૂતોને ઓપન માર્કેટમાં 900 થી 1080 રૂપિયા ભાવ બોલાયા છે..હાલમાં વિદેશમાં ખૂબ સારી નિકાસ અને હાલમાં પિલાણ માટે મગફળી જતી હોવાથી ભાવ જળવાઈ રહ્યા છે..મહત્વનું છે કે ઓપન માર્કેટમાં સારા ભાવ મળતા ખેડૂતો ઓપન માર્કેટમાં મગફળી લઈને ખેડૂતો આવી રહ્યા છે અને ટેકાના ભાવે ઓછા વેચી રહ્યા છે.સાથે સાથે આ વર્ષે અતિવૃષ્ટિ પણ હોવાથી મગફળીની ગુણવત્તામાં ઘટાડો થયો છે પરિણામે ટેકાના ભાવે સેમ્પલ ફેઇલ થવાના ડરથી ખેડૂતો ઓપન બજારમાં વેંચી રહ્યા છે..
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram