Rajkot: ગોંડલ નગરપાલિકાના પ્રમુખની વરણીની ઉજવણીમાં ઢોલ-નગારા વગાડી રૂપિયાનો કરાયો વરસાદ
રાજકોટમાં ગોંડલ નગરપાલિકાના પ્રમુખ તરીકે શીતલબેન કોટડીયાની વરણી કરાઈ હતી તો ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ ધીણોજાનું નામ જાહેર કરાયું હતું. શીતલબેન કોટડિયાની પ્રમુખ તરીકે નિમણૂંક થતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી. ઢોલ નગારા સાથે રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. દરમિયાન નેતાઓ અને સમર્થકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કર્યું નહોતું.