Saurashtra Heavy Rain Forecast : આગામી 3 કલાકમાં સૌરાષ્ટ્રમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Saurashtra Heavy Rain Forecast : આગામી 3 કલાકમાં સૌરાષ્ટ્રમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં 13 જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ જાહેર કરાયુ છે. રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં 13 જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ જાહેર કરાયુ છે. ભાવનગર, રાજકોટ, અમરેલીમાં 3 કલાક માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. જૂનાગઢ, પોરબંદર, દ્વારકામાં 3 કલાક માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. સુરત, ભરૂચ, નવસારી, ગીર સોમનાથ, વલસાડમાં 3 કલાક ભારે વરસાદની આગાહી કરાઇ છે.
દીવ અને દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે. જામનગર, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ, નર્મદા, તાપી, ડાંગ, વડોદરા, આણંદ, બોટાદમાં 3 કલાકમાં વરસાદની આગાહી કરાઇ હતી. સુરેંદ્રનગર, મોરબી, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં 3 કલાકમાં વરસાદ ખાબકી શકે છે.