સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ દેખાડા પાછળ અધધ 94 લાખ રૂપિયાનો કર્યો ખર્ચ, જુઓ વીડિયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ પોતાની જાતને નેક સામે હોશિયાર સાબિત કરવા 94 લાખ રૂપિયા જેટલો અધધ ખર્ચ કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં મળેલી સિન્ડિકેટની બેઠકમાં નેક પાછળ કરાયેલા લાખોના ખર્ચને બહાલી પણ આપી દેવાઈ. જોકે આ મુદ્દો પ્રકાશમાં આવ્યો કે જ્યારે મુદ્દે કેટલાક સિન્ડિકેટ સભ્યોએ નારાજગી દર્શાવી બહાલી આપવા ઇનકાર કરી દીધો. નેક ઇન્સ્પેક્શન અગાઉ બે મહિના દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બ્યુટીફિકેશન, રંગ-રોગાન, ફર્નિચર રિપેરિંગ, મિસ્ત્રીકામ, સિવિલ પરચૂરણ કામગીરી, પડદા રિપેરિંગ સહિતના જુદા જુદા પરચૂરણ કામ પાછળ અધધ 94 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હતા.
Tags :
Saurashtra University