Savarkundala APMC | સાવરકુંડલા APMCમાં વેપારીએ લીધેલો માલે યાર્ડની બહાર લઈ જવા પર મનાઇ

Savarkundala APMC | સાવરકુંડલા એપીએમસી દ્રારા વેપારીને નોટિસ ફટકારવાનો મામલો. એપીએમસી દ્રારા વેપારીએ લીધેલો માલ યાર્ડની બહાર લઈ જવા માટે મનાઈ ફરમાવાઇ. વેપારીના માલ ને બહાર લઈ જવા માટે મનાઈ ફરમાવતા વેપારી મંડળે કરી એપીએમસીના ચેરમેન ને લેખિત રજુઆત. વેપારીઓ ની યાર્ડમાં પડેલ જણસીમાં કોઈ વધઘટ થાય અથવા માલ ખરાબ થાય ભાવમાં વધઘટ થાય તેની  એપીએમસી ઓથોરિટી જવાબદાર રહેશે. માર્કેટિંગ યાર્ડના કોઈ નિયમ મુજબ વેપારીનો માલ રોકી શકાતો નથી. એપીએમસી દ્વારા તમામ વેપારીઓ ની ખેત જાણસી નો જથ્થો અને સ્થળની માહિતી લેટરપેડ પર લેખિત રજુ કરવા કરાઈ જાણ. એપીએમસી અને વેપારી વચ્ચે નો વિવાદ વધુ ને વધુ ઉગ્ર બનતો જાય છે. એપીએમસીના વિવાદ ને લઇ જાહેર હરાજી બંધ થતાં સાવરકુંડલા પંથક અને અન્ય તાલુકાના ખેડૂતો ની મુશ્કેલી વધી. કિસાનસંઘ માર્કેટીંગ યાર્ડના સતાધીશો અને વેપારીઓ સાથે વાટાઘાટ શરૂ. ખેડૂતોની જણસ પરત લઇ ગયેલા વાહન ભાડું ચૂકવા ખેડૂતોની માંગ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola