Shaktisin Gohil | રાજકોટ પહોંચેલા શક્તસિંહે કેમ પત્રકારોને સવાલ ન પૂછવાનું કહ્યું?
Shaktisin Gohil | રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં આગ લાગવાની ઘટનામાં 28 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજકોટના રેસકોર્ષ રીંગરોડ સરદાર પટેલ સ્ટેચ્યુ ખાતે કૉંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ કરવામાં આવી હતી. ટીઆરપી ગેમઝોનમાં મૃત્યુ પામેલા તમામને હૃદય પૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા પણ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. કૉંગ્રેસના નેતા અમિત ચાવડા અને રાજકોટ કૉંગ્રેસના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં કુલ 28 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનાથી સમગ્ર રાજકોટ શહેર હચમચી ગયું છે. રાજકોટ બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં લોકો મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા.