Rajkot News: જામકંડોરણાના રખડતા શ્વાનનો આતંક, ઈન્દિરાનગર વિસ્તારમાં સાત વર્ષના માસૂમ પર શ્વાનનો હુમલો
રાજકોટ જિલ્લાના નાં જામકંડોરણા નાં ઈન્દિરા નગર વિસ્તારમાં સાત વર્ષ ના બાળક ઉપર શ્વાનો નો હુમલો . બાળક ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ
રાજકોટના જામકંડોરણામાં સાત વર્ષના બાળક પર શ્વાને કર્યો હુમલો. ઈન્દિરા નગર વિસ્તારમાં સમીર વાઘેલા નામના બાળકને શ્વાને ભર્યા બચકા. અવારનવાર શ્વાન કરડવાની ઘટના બનતા હોવા છતાં પ્રશાસન નિષ્ક્રીય..
રાજકોટના જામકંડોરણાના રખડતા શ્વાનનો આતંક યથાવત. ઈન્દિરાનગર વિસ્તારમાં સમીર વાઘેલા નામના સાત વર્ષીય બાળકને શ્વાને બચકા ભર્યા. શ્વાનના હુમલામાં ગંભીર ઈજાગ્રસ્ત માસૂમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાયો. થોડા સમય પૂર્વે પણ શ્વાનોએ એક માસૂમને પણ બચકા ભર્યા હતા. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત માસૂમનું મોત થયું હતું. ત્યારે ફરી રખડતા શ્વાને બાળક પર હુમલો કરતા લોકોમાં ભારે રોષનો માહોલ. ઈન્દિરાનગરના સ્થાનિકોની શ્વાનના આતંકથી મુક્તિ અપાવવા માગ કરી રહ્યા છે.