
Rajkot Hospital CCTV Leak: હોસ્પિટલ CCTV કાંડમાં સાયબર ક્રાઈમનો સૌથી મોટો ખુલાસો
Continues below advertisement
સુરત અને મહારાષ્ટ્રમાં હોસ્પિટલ CCTV હેકિંગ કાંડમાં સાયબર ક્રાઇમે મોટો ધડાકો કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે હેકરોએ માત્ર દેશમાં જ નહીં પરંતુ ભારત બહાર પણ હેક કરેલા CCTV ફૂટેજ વેચ્યા હતા. આ કેસમાં મહારાષ્ટ્રથી વૈભવ અને રાયન પરેરાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સુરતનો પરથી ધામેલિયા પણ પોલીસના સકંજામાં આવી ગયો છે. જો કે, રોહિત સિસોદિયા નામનો મુખ્ય આરોપી હજુ ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પરથી ધામેલિયા, રાયન પરેરા અને રોહિત સિસોદિયાની ત્રિપુટી CCTV કેમેરા હેક કરવામાં માસ્ટર હતી. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે કે આ ત્રણેયે છેલ્લા ૯ મહિનામાં ૫૦ થી ૬૦ હજાર જેટલા CCTV કેમેરા હેક કર્યા હતા. તેઓ હોસ્પિટલો ઉપરાંત કોલેજો, સ્કૂલો, બેડરૂમ, કોર્પોરેટ ઓફિસ અને ફેક્ટરીઓના CCTV પણ હેક કરતા હતા.
Continues below advertisement
Tags :
Rajkot Hospital CCTV Leak: