છ મહિનાની બાળકીને ઘરે મુકીને ડ્યૂટી કરે છે આ કોરોના વોરિયર માતા
Continues below advertisement
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે. સિવિલ હોસ્પિટલની અંદર ચાલતા વેક્સિન સેન્ટરમાં કામ કરતાં આ છે શ્રુતિબેન ભુવા. શ્રુતીબેનને છ મહિના ની દીકરી છે. આમ છતાં પોતાની ફરજ પર દરરોજ હાજર થઈ જાય છે. આજે મધર્સ ડે નિમિત્તે અમે શ્રુતિબેન અને તેમના પરિવાર સાથે ખાસ વાતચીત કરી. શ્રુતિબેન 2011 થી રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર ફરજ બજાવે છે. શ્રુતિ બેનને માત્ર છ મહિનાની દીકરી ભક્તિ છે. પોતાને છ મહિનાની દીકરી હોવા છતાં આ માતા એક સાથે બે ફરજ અદા કરે છે.
Continues below advertisement