રાજકોટ જિલ્લામાં લેન્ડ ગ્રેબીંગનો પ્રથમ ગુનો નોંધાયો, જાણો કોની સામે થઇ ફરિયાદ?
Continues below advertisement
ગુજરાત એન્ટી લેન્ડ ગ્રેબીંગના કાયદા હેઠળ રાજકોટ જિલ્લામાં પ્રથમ ગુનો નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં પ્રથમ આ ગુનો વીરપુરમાં નોંધાયો છે. ગોંડલના કુખ્યાત નિખિલ દોંગા ગેંગના ચાર શખ્સો કમલેશ સિંધવ, નરેશ સિંધવ, રમેશ સિંધવ અને બચુ ગમારા સામે આ ગુનો નોંધાયો છે. આ ચાર શખ્સોએ 75 વીઘા જમીનનો દસ્તાવેજ કરાવી પુરતી રકમ ન ચૂકવી ખેડૂતની જમીન પચાવી પાડી લીધી હતી. આથી બંને ખેડૂતે વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે આજે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ ચાર શખ્સો વિરૂદ્ધ ગુજરાત એન્ટી ગ્રેબીંગ કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો છે.
Continues below advertisement