રાજકોટના ગુંદાવાડી બજારના વેપારીઓએ ભારત બંધને આપ્યું સમર્થન
રાજકોટ: ભારત બંધ ના એલાનને પગલે ગુંદા વાડી બજારના વેપારીઓએ બંધને સમર્થન આપ્યું હતું. ગુંદાવાડી બજારમાં આશરે 70 ટકા જેટલી દુકાનો બંધ જોવા મળી હતી. વેપારીઓ દ્વારા ખુલ્લી રીતે સમર્થન દેવાની ના પરંતુ દુકાનો બંધ જોવા મળી હતી. બંધના પગલે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે.