રાજકોટઃ એસટી બસના ડ્રાઇવરે કાર ચાલક પર કેમ કરી દીધો હુમલો? જુઓ વીડિયો
રાજકોટ- અમદાવાદ હાઈવે પર એસટી બસ ડ્રાઈવરની દાદાગીરી સામે આવી છે. કાર ચાલક સાથે ગાળાગાળી કરી માર મારતા કાર ચાલકના માતા વચ્ચે આવતા તેમના હાથમાં ફેક્ચર થયું છે. કુવાડાવા પાસે આવેલ બેટી પાસે અમદાવાદ પોરબંદર રૂટની એસટી બસ નંબર GJ/18/Z/5529ના એસટી બસના ડ્રાઈવર દ્વારા કોઈ કારણોસર કાર ચાલક અને સાથે રહેલ તેમના માતા પર લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો.