Rajkot Scuffle : રાજકોટમાં જાહેરમાં મારામારી, વીડિયો થયો વાયરલ

Continues below advertisement

Rajkot Scuffle : રાજકોટમાં જાહેરમાં મારામારી, વીડિયો થયો વાયરલ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગુંડાઓ બેફામ થયા હોય તેવી અનેક ઘટના સામે આવી રહી છે, ત્યારે હવે રાજકોટમાં ફરી એકવાર લુખ્ખાતત્વો બેફામ બન્યા છે. રાજકોટમાં લાકડી સાથે મારામારી કરતા હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. રાજકોટ શહેરમાં જાહેરમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. મવડી ચોકડી પાસે જાહેરમાં મારામારીની ઘટના બની છે. જાહેરમાં મારામારી થતાં સ્થાનિકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. મારામારીનો વીડિયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બીજી તરફ આવી બનતી ઘટનાઓને કારણે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. એટલું જ નહીં, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ કથળતી હોય તેવું લોકોને લાગી રહ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram