
Rajkot news : રાજકોટ મનપાની સામાન્ય સભામાં હોબાળો, અગ્નિકાંડને લઈ વશરામ સાગઠિયાનો હલ્લાબોલ
રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આજે પણ થયો હોબાળો. એટલાન્ટિસ બિલ્ડિંગમાં અગ્નિકાંડને લઈ નેતા વિપક્ષ વશરામ સાગઠિયા આગ ઓલવવાનું સિલિન્ડર લઈને પહોંચ્યા. તેમનું કહેવું હતું કે, મહાનગરપાલિકા કચેરીમાં જો આગ લાગે તો બચવા માટે તેઓ સિલિન્ડર લઈને પહોંચ્યા છે. જો કે, વિજિલન્સના સ્ટાફે તેમને રોક્યા. તો ભાજપના કોર્પોરેટર વીનુભાઈ ધવાએ આરોગ્ય વિભાગના અધિકારી પર લગાવ્યા ગંભીર આરોપ. કેટલાક આરોગ્ય કેન્દ્ર શરૂ છે. તેમાં ક્યાં પ્રકારની વ્યવસ્થા છે. તેના સવાલો પૂછી તડાફડી બોલાવી. વીનુભાઈ ધવાએ આરોપ લગાવ્યો કે, આરોગ્ય અધિકારીઓ આરોગ્ય કેન્દ્રની મુલાકાત પણ લેતા નથી.. આ મામલે મેયર નયનાબેન પેઢડિયાએ કહ્યું કે, આ મામલે તેઓ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે વાત કરશે. તો આ મામલે નેતા વિપક્ષ વશરામ સાગઠિયાએ કટાક્ષ કર્યો કે, ભાગબટાઈમાં વાંધો પડ્યો એટલે હવે બધું બહાર આવે છે. આનંદ એ વાતનો છે કે, શાસક પક્ષના જ કોર્પોરેટરનો આત્મા જાગ્યો.