સરકારની સૂચના અને ગાઇડલાઇન અનુસાર વેક્સીનની તૈયારીઓ શરૂઃ રાજકોટ કલેક્ટર
કોરોના વેક્સીનને લઈ રાજકોટ પ્રશાસન એક્શનમાં છે. સરકારની સૂચના અને ગાઈડ લાઈન મુજબ કોરોના વેક્સીનની તૈયારીઓ કરવામાં આવી રહી હોવાનું કલેક્ટર રૈમ્યા મોહને જણાવ્યું હતું. આ માટે ડેટા બેઝ તૈયાર કરાયો છે. આરોગ્ય કર્મચારીઓ અને હોસ્પિટલના નર્સને વેક્સીન અપાશે. કો-મોર્બીડ અને 50 વર્ષથી વધુ વયના લોકોની પણ યાદી તૈયાર કરવામાં આવી છે.