Vijay Rupani's Last Rites: આવતીકાલે વિજય રુપાણીના અંતિમ સંસ્કાર, કાલે સવારે પરિવારને પાર્થિવ દેહ સોંપાશે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના પીઢ નેતા વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર આવતીકાલે, સોમવારે (16 જૂન, 2025) તેમના નિવાસસ્થાન રાજકોટ ખાતે પૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. આજે, 15 જૂનના રોજ, તેમનો પાર્થિવ દેહ રાજકોટ લાવવામાં આવશે, જ્યાં તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.

પાર્થિવ દેહની અંતિમ યાત્રા અને દર્શનનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ (16 જૂન, 2025 - સોમવાર)

સવારે 11:00 વાગ્યે: ગાંધીનગર નિવાસસ્થાનેથી અમદાવાદની સિવિલ હોસ્પિટલ જવા રવાના થશે.
સવારે 11:30 વાગ્યે: અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પાર્થિવ દેહનો સ્વીકાર કરાશે.
સવારે 11:30 થી 12:30 વાગ્યે: સિવિલ હોસ્પિટલ, અમદાવાદથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે.
બપોરે 12:30 વાગ્યે: અમદાવાદ એરપોર્ટથી હવાઈ માર્ગે રાજકોટ જવા ટેકઓફ કરશે.
બપોરે 12:30 થી 2:00 વાગ્યે: હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ પહોંચશે.
બપોરે 2:00 થી 2:30 વાગ્યે: રાજકોટ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટ સુધી પહોંચશે.
બપોરે 2:30 થી 4:00 વાગ્યે: ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને (પૂજિત, 2/5 પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે, રાજકોટ) જવા માટે ભવ્ય અંતિમ યાત્રા નીકળશે. આ યાત્રા ગ્રીનલેન્ડ ચોકડી, રણછોડદાસ બાપુ આશ્રમ રોડ, બાલક હનુમાન ચોક, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ પાસેથી, પૂજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ ઝોન ઓફિસ, પારેવડી ચોક, કેસરીહિંદ પુલ, સિવિલ હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કૂલ, બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, હનુમાન મઢી ચોક, રૈયા રોડ અને નિર્મલા કોન્વેન્ટ રોડ થઈને તેમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટી પહોંચશે.
સાંજે 4:00 થી 5:00 વાગ્યે: તેમના નિવાસસ્થાને પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે, જ્યાં શોકમગ્ન જનતા અને મહાનુભાવો શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકશે.
સાંજે 5:00 થી 6:00 વાગ્યે: નિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમ યાત્રા નીકળશે. આ યાત્રા પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક (કાલાવડ રોડ), મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ ચોક, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર ચોક, રાજશ્રી ટોકીઝ રોડ, સ્વામિનારાયણ મંદિર (ભુપેન્દ્ર રોડ) થઈને રામનાથપરા સ્મશાન પહોંચશે.
સાંજે 6:00 વાગ્યે: રામનાથપરા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola