રાજકોટમાં પ્રાથમિક સુવિધાના અભાવથી માધાપરમાં ગ્રામજનોનું વિરોધ પ્રદર્શન, જુઓ વીડિયો
તાજેતરમાં રાજકોટ આસપાસના અલગ અલગ પાંચ ગામોને શહેરી વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે માધાપર ગામનો પણ રાજકોટના રૂડા વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. રાજકોટ માધાપર ગ્રામજનોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ગામમાં રસ્તા, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાના કારણે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મનપામાં ભળ્યાને મહિનાઓ વીત્યા છતાં હજુ સુધી નથી એક પણ સુવિધાઓ ન મળી હોવાનો ગ્રામજનો આરોપ લગાવી રહ્યા છે