Vinchhiya Koli Maha Sammelan : કોળી મહાસંમેલનમાં અમિત ચાવડાએ સરકારને શું આપ્યું અલ્ટીમેટમ?
Vinchhiya Koli Maha Sammelan : કોળી મહાસંમેલનમાં અમિત ચાવડાએ સરકારને શું આપ્યું અલ્ટીમેટમ?
ગઈ કાલે વિંછિયા ખાતે કોળી-ઠાકોર સમાજનું મહાસંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય અમિત ચાવડા પણ હાજર રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં ભાજપ સરકારને આડેહાથ લીધી હતી. આ સાથે તેમણે કોળી અને ઠાકોર સમાજના કેસો ખેંચવાની માંગ કરી હતી તેમજ આ મુદ્દે સમાજને ગાંધીનગર કૂચ કરવા આહ્વાન પણ કર્યું હતુ. તેમજ આ અંગે સરકારને 1 મે સુધીનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું.
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે વીંછીયા કોળી ઠાકોર સમાજના મહાસંમેલનમાં રાજ્ય સરકાર અને ગૃહમંત્રી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વર્તમાન ગૃહમંત્રીના કાર્યકાળમાં ગુનાખોરીએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, "હું રાજ્યના ગૃહમંત્રીને કહેવા માગું છું કે આજે પાંચ-પાંચ વર્ષની દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે. પીડિત પરિવારો પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. જો આવા બળાત્કારીઓ પર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હોત તો તેમને અભિનંદન આપત, પરંતુ વર્તમાન ગૃહમંત્રીના સમયમાં જેટલા ગુનાઓ વધ્યા છે તેટલા ભૂતકાળમાં ક્યારેય વધ્યા નહોતા."