Rajkot TRP Game Zone Fire | 4 બહેનોનો એકનો એક ભાઈ છીનવાયો, આખું વીરપુર હીબકે ચડ્યું

Rajkot TRP Game Zone Fire | રાજકોટ ટી આર પી ગેમઝોન અગ્નિ કાંડ દુર્ઘટનામાં વીરપુરના યુવાનનું મૃત્યુ. વીરપુર માતા નો એક નો એક પુત્ર અને ચાર બહેનનો કાળઝા કેળો કટકો ગાંઠ થી છૂટી ગયો. યાત્રાધામ વિરપૂરના જીગ્નેશ ગઢવી નામના યુવાનનું મૃત્યુ થયું. મૃતક યુવાનનું DNA મેચ થતા મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો. મૃતક જીગ્નેશ ગઢવી ગેંમઝોનમાં નોકરી કરતો હોવાની માહિતી. આગ સમયે જીગ્નેશ અન્ય લોકોને બચાવવા માટે ગયો હતો,- પરિવારજન. ગેમીગ ઝોન માં જીગ્નેશ ગઢવી 20 દિવસ પહેલા જ નોકરીએ લાગ્યો હતો. જીગ્નેશ ગઢવીના મૃતદેહને પોતાના નિવાસ સ્થાન વીરપુર ખાતે લવાયો. જીગ્નેશ ગઢવીના પરિવારનું હૈયાફાટ રૂદન,વીરપુર માં શોક છવાયો. અગ્નિ કાંડ દુર્ઘટનામાં ચાર બહેનોએ એક નો એક ભાઈ ગુમાવ્યો. 10 થી 12 વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી. જીગ્નેશ ગઢવીની અંતિમક્રિયા યાત્રાધામ વીરપુર સ્મશાન ગૃહ ખાતે કરી. જેતપુર મામલતદાર, TDO સહિત અધિકારીઓ વીરપુર પહોંચ્યા. યુવાનની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. મૃતક ના પરિવાર જનો ની એકજ માગ દોશીતો ને કડક માં કડક સજા થાય તેવી માગ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola