Morbi BJP : મોરબીમાં ભાજપના બે નેતાઓ વચ્ચે વાકયુદ્ધ

Morbi BJP : મોરબીમાં ભાજપના બે નેતાઓ વચ્ચે વાકયુદ્ધ

મોરબી મનપાની ચૂંટણીમાં ભાજપના નેતાઓ જ આવ્યા સામસામે.  મંત્રી કાંતિ અમૃતિયા અને મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ વચ્ચે જામ્યું વાકયુધ્ધ. મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાએ કહ્યું હતું મારી જેણે ટિકિટ કાપી છે ભગવાન એની આત્માને શાંતિ આપે. મેં મારા ઘરે અખંડ દીવો કર્યો છે, ત્રણ મહિનાને 21 દિવસ પછી એના ફોટાને હું પગે લાગવા જઈશ. મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ આપ્યો જવાબ. ઘી હરામના પૈસાનું છે ઘરના પૈસાનું નથી. તમે દીવો કરવા કરતા બંદૂક લઈને આવોને તમારામાં તાકાત હોય તો.  આવો સાંભળીએ ભાજપના જ બે નેતાઓએ એકબીજા સામે કેવા વાકબાણ ચલાવ્યા. 

રાજકોટમાં ભાજપ-કૉંગ્રેસના ઉમેદવાર વચ્ચે વાર પલટવાર. કૉંગ્રેસના વશરામ સાગઠિયાના આરોપ પર પલટવાર. ભાજપના ઉમેદવાર નિલેશ હેરભાએ કર્યો પલટવાર વશરામ સાગઠિયાએ કરેલા આરોપોને ફગાવ્યા. સાગઠિયાએ નિલેશ હેરભાના ભાઈ પર લગાવ્યા હતા આરોપ. નિલેશ હેરભાનો ભાઈ ACBમાં છે PI . મારા ભાઈ પરના આરોપો ખોટા છે. મારો સગોભાઈ મને એકવાર મળવા આવ્યો હતો. વશરામ સાગઠિયા હાર ભાળી ચૂક્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola